પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક પેઢી પોતાના વખતે જમાનો સારો હતો એમ કહેવાનું ઉત્તરદાયિત્વ ભાગ્યે  જ ચુકે છે..શું આ બાબતમાં સત્ય કેટલું હશે એ તો સાબરકાંઠાની લોકબોલીમાં કહીએ તો “દૈ જાંણ” . શું ક્યારે રામ રાજ્ય હતું ? શું ભારત માટે સોની કી ચીડીયા કહેવાતું સાચું હશે? શું એ જમાનો હતો ભારતમાં લોકો બારણા બંધ કર્યા વિના સુતા માલમત્તા લુંટાવાની ફિકર જ નહીં સાચું હશે.?..ભારતના સંખ્યાબંધ લોકો પાસે આજેય ઘરનું ઘર નથી અને ઘરના લુંટાવા માટે બંધ કે ખુલ્લું હોવું એ કોઈ ઠોસ કારણ નથી.

      રામાયણ અને મહાભારતને ભારતવર્ષના મહાન કાવ્યો તરીકે ચોક્કસ મુલવી શકાય..પણ એમાં આમ જનતાની જીવનશૈલીનો કોઈ ખાસ ઉલ્લેખ થયેલ નથી અને રામાયણ અને મહાભારતને ધર્મ યુધ્ધો તરીકે પણ કઈ રીતે મુલવી શકાય? ના મુલવી શકાય કેમ કે કોઈપણ યુધ્ધ બહુજન સમાજના હિત માટે નો”તુ લખાયું એ સૌ કોઈ સમજી શકે તેવી વાત છે.તો પછી સાચું શું ? ઈશ્વરીય અવતારોનું શું? ભારતની ભુમિ પર ઇશ્વરે ૨૪ અવતારો લઈ ધરી લીધા…આ ભુમિ  સૌથી વધારે પુણ્યાશાળી કહેવાય કે પાપી? અને “રામદેવ પીર ” સિવાય કોઈ અવતારે સમાજને જોડવાનું કામ તો કર્યું જ નથી એટલે જ કદાચ શોષિત હિંદુને એમાં “દેવ” નહીં પીર દેખાયેલો ..શું ઈશ્વરે માત્ર ભારતનો ઉધ્ધાર કરવાનો એક તરફ આપણે સમગ્ર જગતને એનું સર્જન માનીએ છીએ…
        ખેર જવા દો અહીં કોઈની ધામિઁક લાગણી દુભવવાનો આશય જરીએ નથી પણ શાસ્ત્રોમાં લખ્યું છે એ સાચું છે એમ માની લેવાની કોઈ જરુર નથી ..કારણ કે એ ચંદ શિક્ષિત લોકોનું સર્જન છે…ભારતના શુદ્રો અને અતિ શુદ્રો ને તો ભણવાનો અધિકાર જ ન હતો ..વળી પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ પણ બે અલગ અલગ સંસ્કૃતિમાં અલગ હોય છે..એક ધર્મ માંસાહારને ધર્મ વિરુધ્ધ માને છે..એજ માંસાહાર બીજા ધર્મમાં ધાર્મિક રીતે માન્ય છે.અહીં અલીખાન બલોચ “શુન્ય” પાલનપુરી નો એક શેર ટાંક્વાનું મન થાય છે.

       “પાપ કે પુણ્ય જેવું અહીં કશુંયે નથી માત્ર નિતીના મુલ્યાંકનો છે જુદા,
            ખુદ સમજી લે મન તારા કર્મો થકી તું ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.”       
        
      ટુંકમાં કહીએ તો સામાજિક પરિસ્થિતિ બદલાય તેમ સારા નરસા પાપ પુણ્ય નિતી અનિતીની વ્યાખ્યાઓ બદલાતી જોવા મળે છે.
       મેકસવેબરના નામના સમાજશાસ્ત્રીએ આદશઁ પ્રકારો નો ખ્યાલ રજુ કરેલો છે..જેમાં ચોરના પણ આદશઁ પ્રકારમાં વહેંચી શકાય…પ્રામાણીક ચોરની વાર્તા પણ આપ સૌને યાદ હશે જ ..જે ઘરમાં ચોરી કરવા ગયેલો તે ઘરનું મીઠું ભુલથી ચાખી જતાં તે ઘ્રરમાં તે ચોરી નથી કરતો કેમ કે એને ભુલથી તો ભુલથી એ ઘરનું નમક ખાધુ હતુ પણ એ વ્યવાસાયે ચોર એક ઘ્ર ટાળવાથી મટી જતો નથી ..
   અને આપણા તત્વ ચિંતક રજનીશ તો કહે છે કે માણસના દુઃખોનું કારણ જ જ્ઞાન છે.રજનીશે વિદ્દ્નો અર્થ જ્ઞાન કર્યો છે.ઍજ શબ્દ પરથી વેદ ..વિદ્વાન અને વેદના શબ્દો આવ્યા એમ રજનીશ કહે છે ઇશ્વર જ્ઞાનનું ફળ ખાવાની હરરોજ ના પાડે છે.દરેક પરિસ્થીતી પળ પળ બદલાઈ રહી છે.દુનીયામાં હરપલ નવીન ઘટી રહ્યું છે…ક્યાંક ફુલ ક્યાંક પાંદડા ક્યાં છોડ્વા ક્યાંક ફુલ સમ બાળક …અને ઇશ્વરને પણ નવીન ગમે છે એટલે જ એ હરપલ નવીનને જન્મ આપે છે પૃથ્વી પર માત્ર બાળક ઈશ્વરથી સૌથી વધારે નજીક છે.પણ આપણે છીએ કે એમાં ઠાંસી ઠાંસીને જ્ઞાન ભરવાનું શરુ કરીએ છીએ રીત રિવાજો રુઢીઓ સમાજ જ્ઞાતિ જાતિ વિગેરે વિગેરે .અને આ જ્ઞાન જ એને કુદરતથી દુર ને દુર લેતું જાય છે.અને કેટલીયે વેદનાઓનું કારણ બને છે.આમ જ્ઞાનનું ફળ ચાખીને જ આપણે વેદનાઓ વહોરીએ છીએ.
        કુદરતને જુનું ગમતુ નથી એટલે જ એ હરરોજ નવીન પુષ્પો ખીલવે છે સુરજનું ઉગવું આથમવું …રાત દિવસનું ચક્ર ક્યારેક કાળઝાળ ગરમી તો સમી સાંજે મેહનું મન મુકી વરસવું અને આપણી પ્રકૃતિ જ એવી છે કે આપણે હમેશાં કહઈ છીએ કે  “old is a Gold” દુકાનદારો પણ બોર્ડ મારે છે “જુના અને જાણીતા” મતલબ કે લોકોને જુનામાં રસ છે અહીં જુના અને જાણીતા લખવાનો અર્થ લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરે છે.લોકો માને છે કે જુના છે તો કંઈ ખોટા થોડા હશે આટલા વર્ષોનો ધંધો છે એમ ને એમ થોડો હશે ..ટુંકમાં જુનુ એટલું સોનું માની લેવાની ભુલ આપણને ભારે પડી શકે છે.હવે મને સમજાય છે કે આપણા વડવા આપણાથી અલગ એવા તમામ માટે  કેમ “લોક” શબ્દ  વાપરતા હતા પણ આપણે એનો અર્થ કદાચ અઘટિત કર્યો છે. “લોક અને કુદરત” બંનેથી દુર થઈ  રહ્યા છે..અસ્તુ
                                                                     બિમલ /બાબુ રબારી